
એગ્રીવર્લ્ડ એક્સ્પો ૨૦૨૨ રાજકોટ ના ખાતે ૧૬, ૧૭ અને ૧૮ સપ્ટેમ્બર ના રોજ રંગે ચંગે આયોજીત કરવામાં આવ્યો હતો. આ એક્સ્પો માં અત્યાર સુધી ક્યારેય ન મળ્યો હોય એવો જબ્બર પ્રતિસાદ મળ્યો છે. આ એક્સ્પો માં ખેતીવાડી અને એગ્રી ટેકનોલજીને લગતા ૧૦૦ થી વધુ સ્ટોલ હતાં જેમાં ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર માંથી તેમજ ગુજરાત ભરમાંથી આવેલા લગભગ બે લાખ થી પણ વધુ લોકોએ મુલાકાત કરી હતી.

પેહલીવાર એગ્રી એક્સ્પોમાં બેટરી ને લગતો ફક્ત એક જ સ્ટોલ હતો જે ભારતની નામાંકીત પ્રીમિયમ ક્વાલીટી ની તમામ પ્રકાર ની બેટરી બનાવતી કંપની સેલ્ફોર્સ બેટ્રીઝ નો હતો. જેથી મોટાં ભાગનાં અલગ અલગ પ્રકાર ની બેટરીના પ્રશ્નો લઈને આવતાં લોકો માહિતીગાર થયા હતા.

અહી આવનારા દરેક વિઝિટરને સેલ્ફોર્સ બેટ્રીઝ દ્વારા વ્યક્તિગત રીતે આવકારવામાં આવ્યાં હતાં તેમજ તેમને જોઈતી દરેક માહીતી અને તેમના પ્રશ્નોનું સમાધાન કરવા માટે સેલ્ફોર્સ બેટ્રીઝ કંપની ના મેનેજિંગ ડિરેક્ટર તેમજ જનરલ મેનેઝર સહિત અન્ય અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્ર ના ડિસ્ત્રીબ્યુટસઁ ની ટીમ પણ અત્રે ખંત અને ઉત્સાહથી કાર્યરત્ હતા.

આ એગ્રી એક્સ્પો થકી સેલ્ફોર્સ બેટ્રીઝ ને સૌરાષ્ટ્રના ખેડૂત વર્ગ સાથે તેમના પ્રશ્નો ને લઈ આપણી કંપની દ્વારા આવનારાં સમયમાં સૌરાષ્ટ્ર ના ખેડૂત વર્ગ ને ઉચ્ચ ગુણવત્તા, લાંબી આવરદા અને સરળ સવિઁસ મળે તેવી બેટરી પ્રોડક્ટ્સ પૂરી પાડવામાં સેલ્ફોર્સ બેટ્રીઝ કટ્ટીબધ્ધ રહેશે.
એગ્રી એક્સ્પો ૨૦૨૨ રાજકોટ ની તસવિરી તવારીખ અત્રે જોઈ શકાય છે.